મોરબી: પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
હાલ મોરબી શહેરમાં વસંતપાર્કમા રહેતા અને હળવદના નવા ઈશનપુરમા સાસરે મહિલાના તેમના સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન કરતા હોવાથી મહિલાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદના નવા ઈશનપુરના રહેવાસી અને હાલ મોરબી શહેરમાં વસંતપાર્કમા રહેતા પાયલબેન પાર્થકુમાર પરમાર (ઉ.વ.૩૧) એ આરોપી પાર્થકુમાર ડુંગરભાઈ પરમાર (પતિ ) રહે. હાલ રહે. એચ-૩૦૪, આર્યમાન રેસીડન્સી આનંદ પાર્ટી પ્લોટ રોડ માણકી સર્કલ ન્યુ રાણીપ અમદાવાદ તથા ભગવતીબેન ડુંગરભાઈ પરમાર ( સાસુ ) તથા ડુંગરભાઈ મોહનભાઈ પરમાર(સસરા) રહે બંને રહે –નવા ઈશનપુર, તા. હળવદવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ અવાર નવાર નાની નાની બાબતમા તથા ઘરકામ બાબતે જેમતેમ મેણાટોણા મારી ફરીયાદીને મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.