Saturday, January 10, 2026

હળવદના કડીયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂની 2232 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશીદારૂની બોટલો નંગ- ૨૨૩૨ કિં.રૂ. ૩,૦૪,૭૭૬,/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, કડીયાણાથી માથક તરફ જતા રસ્તે આશરે એક કિ.મી. આગળ ડાબી તરફ જતા કાચા રસ્તે આગળ જતા કાચા રસ્તાની સાઈડમાં ખરાબામાં કડીયાણા ગામની સીમમાંથી રેઇડ દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ -૨૨૩૨ કિંમત રૂ. ૩,૦૪,૭૭૬ નો મુદ્દામાલ ઝડપી પાડી સ્થળ પર આરોપી રાહુલ ઉર્ફે ધુમો કોળી રહે.મોરબી તથા લાલો કોળી રહે. હળવદવાળો હાજર ન મળી આવતા આરોપીઓ વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર