Sunday, January 11, 2026

આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૩૧ ડિસેમ્બર,૨૦૨૫ ના રોજ એક ૬૦ વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮% હતું. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું લેવલ ૯૮ જેટલું થઈ ગયું છે. કીડની પર ડેમેજ થયું છે, ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે.તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા ,દર્દીના દીકરા દ્વારા ખુબજ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે “સાહેબ આ મારા પપ્પા છે,તમારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છે” અને અંતે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમની સચોટ નિદાન અને સારવાર ખુબજ સફળતાપૂર્વક થતા વેન્ટિલેટર પરના દર્દીની માત્ર ૫ દિવસમાં ખુબજ સારું થઈ જતા રજા કરવામાં આવી.આથી દર્દી અને દર્દીના સગા દ્વારા ડોક્ટર સાહેબ તેમજ આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી ખૂબ આભાર માનવામાં આવ્યો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર