લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જનતા જનાર્દન માટે તેમનુ આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે ૧૯ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓથી આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં આવ્યો હતો જે સત્યેશ્વર મહાદેવ મંદિરે સવારના ૬/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ અને વટેમાર્ગુઓ ને પાવામાં આવતો હતો.
આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં પુજારી પિન્ટુગિરી મહારાજ અને તેમના ધર્મપત્ની અવિરત સેવા હતી આ ઉકાળો પાવાની શુભ શરૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા પાસ્ટ પ્રમુખ લા ટી સી ફુલતરિયા અને લાયન સભ્યોના હસ્તે કરવામાં આવી સતત આઠ દિવસ સુધી આશરે ૧૧૦૦ વ્યક્તિઓને સેવાભાવી સભ્યો દ્વારા પાવા માટે હાજરી આપી હતી જેમાં લા મહાદેવભાઈ ચિખલિયા લા. મણીલાલ જે કાવર
ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા તથા કાનજીભાઈ શેરસિયા અને pfvdg લા રમેશભાઈ રૂપાલા એ સેવા સહકાર આપ્યો હતો. જેમાં પહેલુ સુખ તે જાતે નર્યા સૂત્ર ને સાર્થક કરી પુર્ણ કરવામાં આવ્યો તેમ મંત્રી લા કેશુભાઈ દેત્રોજા અને પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી મા જણાવવામાં આવ્યું છે.
શ્રી નાની વાવડી કુમાર શાળા અને શ્રી નાની વાવડી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરિક બદલી માં માંગણીથી નાની વાવડી કુમાર શાળામાંથી શ્રી નાગલપર પ્રાથમિક શાળામાં બદલી થતાં શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું . આ પ્રસંગે ગામના વડીલ અને શાળા ના સેવક એવા પોપટ બાપા , કન્યા...
ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ પરથી સીએનજી રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે લજાઇ-હડમતીયા રોડ પર સી.એન.જી રીક્ષા નં-GJ-36-U-0890 વાળીમાં હેરાફેરી કરતા ત્રણ ઇસમો નુરમામદભાઇ સુલેમાનભાઈ સમા...
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા રૂ.૧૧૮.૪૬ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડ થી શ્રધ્ધા પાર્ક સુધી ડામર રોડનું કામ, ૨) રૂ.૩૮૦.૪૮ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાવડી ગામ થી નંદીઘર સુધી ડામર રોડનું કામ, ૩) રૂ.૧૭૯.૧૨ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ઉમીયાનગર...