ટંકારાના રોહિશાળા ગામની સીમમાંથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
ટંકારા તાલુકાના રોહિશાળા ગામની આથમણી સિંહમાં ઘોઘમના કાંઠે આવેલ ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રૂપિયા ૬૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂ.૧૬,૫૦૦ નો મુદામાલ ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાસી છુટતા તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના રોહિશાળા ગામની આથમણી સિંહમાં ઘોઘમના કાંઠે આવેલ ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમ રસીકભાઇ જેઠાભાઇ રૈયાણી (ઉ.વ. ૪૬) રહે. રોહીશાળા તા.ટંકારા તથા કૃષ્ણસિંહ ઉર્ફે શકિતસિંહ ભવાનસિંહ ઝાલા (ઉ.વ. ૪૧) રહે. નેકનામ તા.ટંકારાવાળાને રોકડ રૂપિયા ૬૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રેઇડ દરમ્યાન અન્ય ત્રણ ઈસમો જયેશભાઇ નારણભાઇ દલસાણીયા રહે. નેકનામ તા.ટંકારા, શકિતવનભાઇ છગનભાઇ ભોરણીયા રહે. રોહીશાળા તા.ટંકારા જી.મોરબી, અંકિતભાઇ ધીરૂભાઇ જાદવ રહે. નેકનામ તા.ટંકારાવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.