મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા 06 રૂ.1503.87 લાખના ડામર રોડના કામો શરૂ
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા રૂ.૧૧૮.૪૬ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડ થી શ્રધ્ધા પાર્ક સુધી ડામર રોડનું કામ, ૨) રૂ.૩૮૦.૪૮ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાવડી ગામ થી નંદીઘર સુધી ડામર રોડનું કામ, ૩) રૂ.૧૭૯.૧૨ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ઉમીયાનગર થી જુના રફાળેશ્વરની ફાટક સુધી ડામર રોડનું કામ, ૪) રૂ.૧૪૫.૩૯ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કાલીન્દ્રી નદી થી જુના ધુંટુ રોડ સુધી ડામર રોડનું કામ, ૫) રૂ.૩૮૮.૮૧ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લીલાપર ચોકડી થી શ્રી રામ વાડી સુધી ડામર રોડનું કામ, ૬) રૂ.૨૯૧.૬૧ લાખના ખર્ચે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજના થી પંચાસર રોડ સુધી ડામર રોડનું કામ, આમ કુલ ૬ કામોની અંદાજીત રકમ રૂ.૧૫૦૩.૮૭ લાખના થાય છે સદર તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવેલ છે.