મોરબીના નવા જાંબુડીયા ગામે નજીવી બાબતે મહિલા સહિત ત્રણ વ્યક્તિને એક શખ્સે ફટકાર્યા
મોરબીના જાંબુડીયા ગામે રહેતા મહિલાનો પતિ આરોપીના ભાઈ સાથે ફરતો હોય તેના કારણે આરોપીના ઘરે ઝઘડા કરતો હોય જે જેથી ચડામણી માટે મહિલાના પતિ પર વહેમ રાખી આરોપીએ મહિલાને તથા તેના સાસુને માર મારી મહિલાના પતિ સાથે ઝઘડો કરી જાતી પ્રત્યે હડધુત કર્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરા (ઉં.વ. 24) એ આરોપી વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા રહે જાંબુડીયા ગામ તાલુકો મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીનો ભાઇ પ્રકાશભાઈ ફરીયાદીના પતિ સાથે ફરતો હોય અને તેના કારણે આરોપીના ઘરમા ઝઘડા કરતો હોય જે અંગે ચડામણી માટે ફરીયાદીના પતિ ઉપર વહેમ રાખી ફરીયાદીના ઘરે શેરીમા આવી ફરીયાદીને ભુંડી ગાળો આપી અને ફરીયાદી તથા ફરીયાદીના સાસુને ઘક બુસટનો માર મારી ઝપાઝપી તથા લાફા મારી ફરીયાદીના પતિ જાગીને બહાર આવતા તેને જાતી પ્રત્યે હડધુત કરી અને કેમ અમારા ઠાકોરના દિકરા સાથે રખડે છે તેમ કહિ અને ઝઘડો કરેલ અને ફરીયાદીના પતિને મારી નાખી જેલમા જતો રહીશ અને મારા ભાઇ ભેગો ફરવુ નહી તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.