ટંકારામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ચાર ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા શહેરમાં આવેલ મોચી બજાર વાળી શેરીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ચાર ફીરકી કિંમત રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે જાહેરનામાના અનુસંધાને ટંકારા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોય ત્યારે ચેકિંગ દરમિયાન ટંકારા ની મોચી બજાર વાળી શેરીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ પ્રતિબંધિ ચાઈનીઝ દોરીની ફીરકી નંગ -૦૪ કિંમત રૂપિયા ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સિકંદરભાઈ હસનભાઈ મોઢીયા (ઉ.વ. ૩૭)રહે ટંકારા મઢવાળી શેરી તા. ટંકારા વાળાને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.