Monday, January 12, 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા 5981 જન્મ અને 882 મરણ પ્રામણપત્ર કાઢવામાં આવ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાની જન્મ મરણ શાખા દ્વારા હાલમા સિવિક સેન્ટર મોરબી ખાતે જન્મ મરણ પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સી.આર.એસ. પોર્ટલ મારફતે ડીજીટલ જન્મ મરણ પ્રમાણપત્ર આપવામા આવે છે જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧/૯/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ૫૯૮૧ જન્મ પ્રમાણપત્ર તથા ૮૮૨ મરણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમા થયેલ જન્મ મરણ પ્રમાણપત્ર માટેની કામગીરી હાલમાં સિવિક સેન્ટર મોરબી ખાતે ઓફિસ સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય કરવામા આવે છે. ઉપરાંત જણાવવાનુ કે ઈ-ઓળખ માથી આપેલ પ્રમાણપત્રમા બાળકનું પુરુ નામ કે અન્ય સુધારા માટે હાલમા ઇ-ઓળખ પોર્ટલનો ડેટા સી.આર.એસ. પોર્ટલમાં ટ્રાન્સફરની કામગીરી રાજ્ય કક્ષાએથી ચાલુ હોઈ ડેટા ટ્રાન્સફર કામગીરી પુર્ણ થયા બાદ પ્રમાણપત્રમા સુધારા માટે કચેરીનો સંપર્ક કરવા અપીલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર