મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરનાર 4 આસામી ની મિલકત સીલ કરાઇ
મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ પ્રકારનું ટેક્સ નું બાકી ઉઘરાણું બાકીદારો પાસે થી વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મિલકત વેરા શાખા ના કર્મચારી ઓ શહેર માં ઠેર ઠેર હાલ જે મિલકત આસામી ઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને તા. 03-01-2026 થી વોરંટ બજવણી કામગીરી હાથ ધરવામાં આવી છે,
જેમાં મહાનગરપાલિકાની હદ વિસ્તાર માં આવતા 4 મિલકત વેરો ભરપાઈ ન કરનાર કોમર્શિયલ મિલકત ધારકો ની મિલકત સીલ કરવામાં આવી હતી. કુલ 19 જેટલા મિલકત ધારકો ને વોરંટ ની બજવણી કરવામાં આવી હતી જેમાં 15 મિલકત ધારકો એ મિલકત વેરા શાખા ને બાકીવેરો સ્થળ પર જ ભરી આપ્યો હતો જ્યારે 4 આસામી ઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવતા તેમની મિલકત ને સીલ કરવામાં આવી હતી.
મિલકત વેરા શાખા દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરનાર આસામી ઓને વોરંટ તથા સીલિંગ ની કામગીરી આગામી સમય માં થથાવત રહેશે, આથી જે મિલકત ધારકો ની મિલકત મોરબી મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આવતી હોય મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેમને સત્વરે મિલકત વેરો મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધી ચોક, તથા સિવિક સેન્ટરે સવારે 10:30 થી સાંજે 6:10 તથા 11 કાલસ્ટર ઓફિસ ખાતે રજા ના દિવસો સિવાય સવારે 10: થી 1:30 સુધી મિલકત વેરો ભરી શકાસે જેની સર્વે મિલકત ધારકો એ નોંધ લેવી, તેમ મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા ની એક અખબારી યાદી માં જણાવવામાં આવ્યું છે.