મોરબી પોલીસ સ્ટાફ જ નશામાં!
ઈમરજન્સી 112 વાહનના પીધેલ ચાલક પોલીસ કર્મીએ અકસ્માત કર્યો !
કાયદાઓ ની અમલવારી માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરતું જો પોલીસ જ કાયદા તોડી દારૂનો નશો કરી અકસ્માત કરી લોકોના જીવ જોખમમાં મૂકે તો ….?
પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે મોરબીના ધરમપુર રોડ ઉપર પોલીસની 112 વાને એક રિક્ષાને હડફેટે લેતા અકસ્માતની સર્જીયો હતો અને આ 112 પોલીસ વાન ચલાવતો પોલીસ કર્મી પીધેલી હાલતમાં હતો તેવી વાત સામે આવી છે.
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 05 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી જેથી તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ કર્મચારી ને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ કર્મી નશામાં હતો કે નહી તે તપાસનો વિષય છે પણ જો ખરેખર 112 વાહનના ડ્રાઈવર નશામાં અકસ્માત સર્જે તો દારૂ બંધી ની અમલવારી કરાવતી મોરબી પોલીસ ના પોલીસ કર્મચારી સમી સાંજે દારૂનો નશો કરી અકસ્માત સર્જી લોકોના જીવ સાથે ખિલવાડ કરે તો ખાખી પર દાગ લાગશે..