“SGFI”ની Chess નેશનલ ટુર્નામેન્ટમાં મોરબીના જૈનીલ પટેલ સિલેક્ટ
મોરબીના વતની જૈનીલ પટેલ બહોળી સિદ્ધિ હાસિલ કરી છે ચેસમાં જીલ્લા કક્ષાએ પ્રથમ ત્યારબાદ હવે ઝારખંડ રાજ્યમાં ચાલી રહેલ “SGFI” ની chess નેશનલ ટુર્નામેન્ટ માટે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા ખેલાડી પસંદ કરવામાં આવ્યા છે જેમાં રાજ્યમાથી પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલ છે જેમાં મોરબી જીલ્લામાંથી જેનીલ પટેલની પસંદગી કરવામાં આવેલ છે. ત્યારે રાંચી ખાતે આયોજિત Chess 67th નેશનલ સ્કૂલ ગેમ્સ બોયઝ ટુર્નામેન્ટમા (અંડર) U-14 માટે જૈનીલ પટેલની પસંદગી કરાઈ છે.