MMCની ગાર્ડન શાખા દ્વારા કેસર બાગ – સુરજબાગ સહિતના ગાર્ડનનું નવીની કારણ હાથ ધરાયું
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરને વધુ હરિયાળું બનાવવા માટે સતત પ્રયત્ન શીલ છે. શહેરને સુંદર બનાવવા MMC ની ગાર્ડન શાખા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ માટેના આયોજનો હાથ ધરવાની સાથો સાથ કેશરબાગ તથા સુરજબાગ જેવા શહેરની શાન સમા જૂના ગાર્ડનોના નવીનીકરણનું કાર્ય પ્રગતિ હેઠળ છે.
જે અંતર્ગત કેશરબાગ અને સુરજબાગમાં શરૂઆતી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત ગાર્ડનની આસપાસ તથા જાહેર રસ્તાઓ પર અવરોધરૂપ બનતા નડતરરૂપ ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પણ મોરબી મહાનગર પાલિકા ની ગાર્ડન શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે.
તેમજ જાહેર માર્ગ પરથી નડતર રૂપ ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી થી વાહન વ્યવહાર ને જાહેર માર્ગો પરથી પસાર થવામાં અગવડતા દૂર થસે તેમજ રાહદારીઓ માટે સુવિધા અને સુરક્ષા જળવાઈ રહેશે. મોરબી મનપાની ગાર્ડન શાખા દ્વારા આગામી સમયમાં શહેર માં આવેલ વિવિધ ગાર્ડનના વિકાસ અને શહેરની સુંદરતા વધારવા માટે વધુ આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત, કેશરબાગમાં સ્ટોર્મ વોટર લાઇન તેમજ સ્પ્રિંકલર લાઇનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે સુરજબાગમાં સ્ટોર્મ વોટર લાઈન નાખવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આગામી સમયમાં ગાર્ડનના વિકાસ, હરિયાળી વૃદ્ધિ તથા શહેરની સૌંદર્યવૃદ્ધિ માટે વધુ સુવિધાઓ સાથેની કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.