Saturday, January 17, 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓલ મોરબી કેરમ ટુર્નામેંટનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ વધે, બાળકો તથા યુવાનોમાં રમતિયાળ ભાવના વિકસે તેમજ સ્વસ્થ સ્પર્ધાત્મક માહોલ સર્જાય તે હેતુસર તા. ૨૪/૦૧/ ૨૦૨૬ (શનિવાર)ના રોજ “ઓલ મોરબી કેરમ ટુર્નામેન્ટ” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં મોરબી શહેરના વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે અંડર-૧૨, અંડર-૧૮ તથા ઓપન એમ કુલ ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં સ્પર્ધા ૨ ખેલાડીની ટીમમાં રમાશે.રજીસ્ટર કરવા નીચે આપેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ ટુર્નામેન્ટનું આયોજન મોરબી શહેરના રાણી બાગ ખાતે કરવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓને અનુકૂળ અને સુવ્યવસ્થિત માહોલ મળી રહે. કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯:૩૦ કલાકે કરવામાં આવશે.

ટુર્નામેન્ટ દરમિયાન વિજેતાઓને પ્રોત્સાહન આપવા માટે વિનિંગ પ્રાઈઝ પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. ૨૫૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૧૫૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ. ૧૦૦૦/- રોકડ ઇનામ આપવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ખેલાડીઓ, રમતપ્રેમીઓ તથા નાગરિકોને આ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની રમત-ગમત શાખાનો સંપર્ક કરવો. (મો.૭૭૭૮૮૦૪૫૬૮)

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર