મોરબી મચ્છુ મેઇન કેનાલમાં આવતું ગટરના પાણીના પ્રશ્ન અને વીજપોલ રીપેરીંગ કરવા બાબતે કમીશ્નરને રજુઆત
મોરબી શહેરમાં આવેલ મચ્છુ મેઇન કેનાલમાં કેટલીક સોસાયટીઓના ગટરના કનેક્શનના કારણે ગંદુ પાણી આવે છે જેના કારણે આસપાસની સોસાયટીઓને તકલીફ પડી રહી છે તેમજ ગોકુલ મથુરા સોસાયટીના નાલા પાસે અકસ્માતે વીજ પોલ સ્ટ્રીટ લાઈટનો જોખમી બની ગયેલ છે જે રીપેરીંગ કરવા રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
ગોકુલ મથુરા સોસાયટીના રહીશો દ્વારા મોરબી કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી મચ્છુ મેઇન કેનાલ જે રવાપર ચોકડી થી દલવાડી સર્કલ બાજુ જતી કેનાલમાં અલગ અલગ ઘણી બધી સોસાયટીનું ગટરના પાણીના કનેક્શન કેનાલમાં નાખેલ છે જેથી ગંદા પાણીની અતિ દુર્ગંધ આવતી હોય અને મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે જે આરોગ્યને અતિ હાનિકારક છે તો સત્વરે આ બાબતે ધ્યાન પર લઈ યોગ્ય કરવા માટે તેમજ ગોકુળ મથુરા સોસાયટીના નાલા પાસે અકસ્માતે વીજ પોલ સ્ટ્રીટ લાઈટનો જોખમી બની ગયેલ છે જે રીપેરીંગ કરવા રજૂઆત કરી છે.