Sunday, January 18, 2026

હળવદના જુના દેવળીયા ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 114 બોટલ ઝડપાઈ; આરોપી ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ પર સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલો નંગ-૧૪૪ કિં. રૂ.૧,૫૮,૪૦૦/- તથા સ્વીફટ કાર મળી કુલ કિ. રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ ઉપર થી સ્વીફટ કાર નંબર-જીજે-૦૩-એફ.ડી-૨૩૯૭ નો ચાલક કારમા વિદેશી દારૂની હેરાફેરી કરતા પોલીસની કાર્યવાહી જોઇ કાર રેઢી મુકી નાશી જતા કારની ઝડતી દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૪૪ કિંમત રૂપિયા ૧,૫૮,૪૦૦/- તથા સ્વીફટ કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૪,૫૮, ૪૦૦/- નો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર