મોરબી રાજકોટ હાઈવે પર શનાળા અને બેડી ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા રોજ બરોજ સર્જાઇ રહી છે જેથી મોરબીના જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવી તથા ભાવિકભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી મોરબી રાજકોટ હાઈવે પર શનાળા ચોકડી અને બેડી ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી રાજકોટ સ્ટેટ હાઈ-વે ઉપર અવાર નવાર અકસ્માતો થાય છે તેમજ ટ્રાફિક જામ ની સમસ્યા રોજ બરોજ થાય છે વધુ પડતાં વાહનોની અવર જવર ને લીધે ટ્રાફિક જામ તથા અકસ્માતો થાય છે ફોર વ્હીલ વાહન ચાલકો બહોળા પ્રમાણમાં રાજકોટ – મોરબી અપ-ડાઉન કરતાં હોય છે.
વધુમાં વધુ ટ્રાફિક જામ ભગડા મામા સર્કલ એટલે શક્ત શનાળા ચોકડી અને બેડી ચોકડી એટલે અમદાવાદ બાયપાસ મોરબી તરફ રાજકોટ જકાત નાકા તરફ, રાજકોટ માધાપર ચોકડી તરફ જતા રસ્તાની ચોકડી પાસે થાય છે જે ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી છે અને એમા પણ સવાર અને સાંજ ના સમયે સૌથી વધુ પ્રમાણમા જામ થાય છે અને ક્યારેક તો 2-3 કલાક સુધી જામ રહે છે. આનું કાયમી નિરાકરણ માટે બંને ચોકડી પર જો ફલાયઓવર બ્રિજ બને તો જ આ સમસ્યા નો નિવારણ થઇ શકે તેમ છે. આ કાયમી ટ્રાફિક જામ ની સમસ્યાનાં નિવારણ અર્થે વહેલી તકે ભગડામામા સર્કલ- શનાળા મોરબી તથા બેડી ચાર રસ્તા, રાજકોટ બંને જગ્યાએ ફ્લાય ઓવર બ્રિજ બનાવવા રજૂઆત કરી છે.