મોરબીના કાર્યકર્તાઓની શૈક્ષિક મહાસંઘ – ગુજરાત પ્રાંતની મીડિયા પ્રકોષ્ઠ કાર્યશાળામાં ઉપસ્થિતિ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત દ્વારા મીડિયા પ્રકોષ્ઠની દ્વિદિવસીય કાર્યશાળા તારીખ 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ કેવડિયા (ગરુડેશ્વર) સ્થિત જીએસસી બેંક સહકાર ભવન ખાતે સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી.
આ કાર્યશાળામાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 81 જેટલા પસંદગી પામેલા મીડિયા પ્રકોષ્ઠ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યશાળા દરમિયાન સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા સંબંધિત કુલ સાત સત્રોમાં વિશેષ માર્ગદર્શન તથા વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી.
કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તા શ્રીમતી મિત્તલ મકરંદે મીડિયા કાર્યકર્તાઓની રાષ્ટ્ર નિર્માણમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત અખિલ ભારતીય પદાધિકારી શ્રી દર્શન ભારતીએ મીડિયા ક્ષેત્રમાં કાર્યકર્તાની ભૂમિકા, તેની અગત્યતા તેમજ વર્તમાન સમયમાં મીડિયા ક્ષેત્રમાં સક્રિય અને અસરકારક ઉપસ્થિતિ કેવી રીતે મજબૂત બનાવવી તે અંગે મહત્વપૂર્ણ દિશા સૂચનાઓ આપી હતી.
ગુજરાત પ્રાંતના પ્રચાર વિભાગના કાર્યકર્તાઓએ મીડિયાના વિવિધ સ્વરૂપો અને તેના વ્યવહારિક ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. ફેક નેરેટિવ અને વૈચારિક પ્રબોધનસર્જન માર્ગદર્શક વિચારો રજૂ કર્યા હતા, વિવિધ મીડિયા ટૂલ્સની પ્રેક્ટિસ કરાવી કાર્યકર્તાઓનું કૌશલ્ય વિકસાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર કાર્યકર્તાઓને સતત માર્ગદર્શન આપ્યું હતું અને મીડિયા ક્ષેત્રમાં કાર્ય કરતી વખતે વ્યક્તિગત આચાર સંહિતાનું પાલન કરવાની ખાસ અપીલ કરી હતી.
આ કાર્યશાળાને સફળ બનાવવા માટે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓએ વિશેષ પરિશ્રમ લીધો હતો. સમગ્ર આયોજનને પ્રાંત પ્રચાર ટીમે સુવ્યવસ્થિત રીતે સંકલિત કરી કાર્યશાળાને અત્યંત સફળ બનાવી હતી.આ કાર્યશાળામાં મોરબી જિલ્લામાંથી નિરવભાઈ બાવરવા, હરમીતભાઈ પટેલ,વિજયભાઈ પડસુંબિયા, રમેશભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.