Monday, January 19, 2026

મોરબી માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા ફાટક નજીકથી બે ઇસમોને નાર્કોટીક્સ પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વજન ૫૦ ગ્રામ ૧૩ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦,૩૯૦/- તથા અર્ટીકા કાર તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬,૫૫,૮૯૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, તૌસીફમીંયા હુશેનમીંયા બુખારી રહે.નવાગામઘેડ જામનગર વાળો તથા ઇકબાલભાઇ મુસાભાઇ ચાવડા રહે.નવારેલ્વેસ્ટેશન બેડેશ્વરરોડ જામનગરવાળા બન્ને સફેદકલરની અર્ટીકાકાર નંબર GJ03NP-4792 વાળીમાં ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ પોતાના કબજાવાળી કારમાં રાખી સાથે લઇને હળવદ તરફથી જામનગર તરફ જનાર છે.અને તે હળવદ-મોરબી થઇ નીકળનાર છે તેવી બાતમી મળેલ જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે મોરબી માળીયા ફાટક નજીક બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સમર્પણ હોસ્પીટલની વચ્ચે મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ આવતા રોડ ઉપર બાતમીવાળા વાહનની વોચમાં રહેતા અર્ટીકા કાર નં-GJ-03-NP-4792 વાળીમાથી નાર્કોટીક્સ પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વજન ૫૦ ગ્રામ ૧૩ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦,૩૯૦/- તથા અર્ટીકા કાર તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬,૫૫,૮૯૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમો મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી બે ઇસમોની ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર