Tuesday, January 20, 2026

મોટીબરાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. અત્રે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા એ જણાવ્યું હતું કે તેમના દ્વારા શાળામાં છેલ્લા 2 વર્ષથી “શાળા વિકાસ ફંડ” નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જેમાં ગ્રામજનો જન્મદિવસ, પુણ્યતિથિ કે અન્ય પ્રસંગોએ શાળા વિકાસ ફંડમાં સ્વેચ્છાએ ફાળો આપે છે. આ ફાળાનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં જ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ સમયાંતરે 3D ફિલ્મનો આનંદ માણી શકે એ માટે શાળામાં વિદ્યાર્થીઓ માટે 3D ચશ્મા વિકસાવવામાં આવ્યા છે. અને એ 3D ચશ્માં દ્વારા જ શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. શાળા દ્વારા કરવામાં આવેલ આ પહેલને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર