મોરબીમાંથી વિદેશી દારૂની 16 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર હળવદ રોડ ઓમ શીવમ એન્ટરપ્રાઈઝ આઈ.ટી.આઈ સામે પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની 16 બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર હળવદ રોડ પર ઓમ એન્ટરપ્રાઇઝ iti સામે પાણીના ટાંકા પાસે વેચાણ કરવાના ઈરાદા થી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 16 કિંમત રૂપિયા 2240 ના મુદ્દા માલ સાથે આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલ ગોટી (ઉ.વ.૪૦) રહે. મહેન્દ્રનગર પ્રભુ કૃપા બાલાજી હોમ્પ-૦૨ બ્લોક નં -૭૦૪ મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.