Wednesday, January 21, 2026

મોરબી મનપાની અગ્નિશમન શાખા દ્વારા પાંચ ઇન્ડસ્ટ્રીઝમા 95 માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા એલ. ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની સતર્કતા હેતુ હાઇડ્રન્ટ ડ્રિલ કરવામાં આવી હતી જેમાં ૦૫ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૫ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી.

તેમજ અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૭ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબી માં ૦૨ રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં આગ લાગવાના બનાવ બને તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો દ્વારા હેલ્મેટ, ગમબૂટ, વન લેયર શૂટ, હેન્ડ ગ્લોઝ પહેરીને ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર