મોરબી મચ્છુ નદી પર બાંધેલો અર્જુન સાગર ચેકડેમ રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી તાલુકાના માનસર તથા રવાપર ગામની સીમને જોડતો મચ્છુ નદી પરનો અર્જુન સાગર ચેકડેમ તૂટી જવા પામેલ છે જે તાત્કાલિક રીપેર કરવા ગુજરાત પ્રદેશ સમિતિ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી અર્જુન સાગર ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં આવેલ મચ્છી નદી ઉપર માનસર અને સામા કાંઠે રવાપર ગામની સીમને જોડતો એક ડેમ બાંધવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામ આપવામાં આવેલ હતું આ ચેક ડેમ અતિવૃષ્ટિમાં તૂટી જવા પામેલ હતો જે છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે તેને રીપેરીંગ કરવા માટે રજૂઆતો પણ કરવામાં આવેલ છે પરંતુ ખનીજ માફિયાઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમ ના થાય તેવા પ્રયત્નો કરવામાં આવતું હોવાનું સાંભળવા મળેલ છે ત્યારે આ ચેક ડેમ દ્વારા આશરે 1200 હેક્ટર કરતા પણ વધારે ખેતીલાયક જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થયેલી હતી જે હાલમાં સિંચાઈથી વંચિત રહેવા પામેલ છે જો આ ચેકડેમ રીપેર થાય તો આ બધા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે તો આ ચેક ડેમ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ ચેકડેમ રીપેર કરવામાં નહીં આવે તો તમામ ખેડૂતોને સાથી રાખી ગાંધી સિંધિયા માર્ગે રજૂઆતો કરવાની પણ ચીમકે ઉચારી છે.