મોરબી ખાતે 30 જાન્યુઆરીએ તોરણીયાનુ રામામંડળ રમાશે
મોરબીના નાની કેનાલ રોડ ઉપર કિશન પાર્ક સામે સનરાઈઝ પાર્ક ગેટ નંબર એક તુલસી ગ્રીન 501 માં આગામી તારીખ 30 જાન્યુઆરીને શુક્રવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા ધામનું આયોજન કરેલ છે જેમાં ગુજરાતના કલાકારો મિલન કાકડીયા, ભુટાભાઈ ભરવાડ, સાગર ભરવાડ, કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડીયો) તેમજ અન્ય કલાકારો દ્વારા રામામંડળ ભજવાશે. ભાવેશભાઈ શિવલાલભાઈ લાડુલા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે જેથી ધર્મપ્રેમી જનતાને રામામંડળ જોવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.