મોરબીમાં ફ્લેટ વેચાણ અંગે ખોટા સાટાખત કરાવી વેપારી પાસેથી ત્રણ શખ્સોએ રૂપિયા પડાવ્યા
મોરબીમાં આરોપીઓએ મોબાઈલ ફોન ઉપર OLX એપ્લિકેશન ઉપર ફ્લેટ વેચવા અંગેની જાહેરાત આપી વેપારીનો તથા સાથીઓનો વિશ્વાસ કેળવી ફ્લેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલ હોવાનું છુપાવી સાથીને ફ્લેટ વેચાણ અંગે ખોટા સાટાખત કરી આપી વેપારી પાસેથી મોટી રકમ પડાવી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની હનમાન ડેરી પાસે ચુડાના ઉતારા વાળા શેરી ગ્રીન ચોક પાસે રહેતા અને વેપાર કરતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉ.વ.૬૯) એ આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબા પ્રસાદ મહેતા, હીનાબેન મુકેશભાઈ મહેતા રહે બધા આશુતોષ હાઈટ્સ ફ્લેટ નંબર 101 કાયાજી પ્લોટ નંબર-6 સનાળા રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પાર્થભાઈએ પોતાના મોબાઈલ ફોન ઉપર olx એપ્લિકેશન ઉપર ફ્લેટ વેચવા અંગેની જાહેરાત આપી કાવતરું રચી ફરિયાદીને તથા સાથીને વિશ્વાસમાં લઈ આરોપી હીનાબેન ના નામનો ફ્લેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલ હોય જે રેકર્ડ ઉપર હોય જે છુપાવી ફરિયાદી તથા સાથીને ફ્લેટ વેચાણ અંગે ખોટા સાટાખત કરી આપી તેની અવેજમાં મોટી રકમ મેળવી ફરિયાદી તેમજ સાથી સાથે અગાઉથી કાવતરું રચી ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરવાના ઇરાદે બનાવટી સાટાખત કરી આપતા હોવાનું પોતે જાણતા હોવા છતાં ખરા સાટાખત કરી આપી તેઓએ ફરિયાદી તેમજ સાથી છેતરપિંડી કરી રકમ પડાવી હોવાની ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાની અટક કરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ આગળ તપાસ ધરી છે.
