મોરબીના ઇન્દિરાનગર ખારોપાટ વિસ્તારમાં વર્લી ફિચરનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયાં
મોરબી શહેરમાં આવેલ ઇંદીરાનગર ખારોપાટ વિસ્તારમાંથી વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા છ ઇસમોને રોકડા રૂપિયા ૩૨૦૦૦ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી ઈંદીરાનગર ખારોપાટ વિસ્તાર ડેકો કારખાનાની પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કુલ -૬ આરોપીઓ જગદીશ હરીલાલ જોશી (ઉ.વ.૫૫) રહે. મોરબી, પ્રકાશભાઇ મનુભાઇ વરાણીયા (ઉ.વ.૨૯) મોરબી-૨, સુનીલ ધીરૂભાઇ સુરેલા (ઉ.વ.૩૫) રહે.ઈંદીરાનગર મોરબી, મનિષભાઇ રાજુભાઇ સુરેલા (ઉ.વ.૨૨) રહે.ઇંદીરાનગર મોરબી, સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૦) રહે. વીસીપરા મોરબી, મનોજગર બટુકગર ગોસાઇ (ઉ.વ.૩૮) રહે. વાવડીરોડ મોરબીવાળાને રોકડ રૂ. ૩૨૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.