Saturday, January 24, 2026

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટ શેરી નં -૦૨ પાસેથી મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને દારૂની ચાર બોટલ સાથે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 2 પાસે આરોપી પોતાના કબજા ભોગવટવાળા મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર GJ-36-DL- 7143 વાળામા વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેથી આરોપી અનિલભાઈ વાલજીભાઈ નાયકપરા રહે. એમ 77 બ્લોક નંબર 426 ગરબીચોક ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી વાળાને વિદેશી દારૂની બોટલ નંગ -04 જેની કિંમત રૂ 5200 બાઈક ની કિંમત રૂપિયા 15,000 મળી કુલ કિંમત રૂપિયા 20,200 ના મુદ્દા માલ સાથે આરોપીને સીટી એડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે પૂછપરછ કરતા અન્ય એક ઈસમ રવિ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણિયા રહે. વજેપર મોરબી વાળા નું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર