બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી 181 અભયમ ટીમ
બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામા ચાઈલ્ડ હેલ્પલાઇન (1098 )તથા જનરક્ષક (112) ટીમની સરાહનીય કામગીરી
181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે એક બાર વર્ષની આસપાસની ઉંમરની બાળકી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ છે મદદ માટે 181 ટીમની જરૂર છે.
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે અજાણી બાળકી સુધી પહોંચેલ સજ્જન વ્યક્તિએ જણાવેલ કે આ બાળકી રસ્તા પર એકલી હોય ગભરાયેલ હોય ત્યારબાદ સૌ પ્રથમ બાળકીને સાંત્વના આપી સરળતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ના હોય જેથી પ્રાથમિક માહિતી મળેલ ના હોય જેથી ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ (1098) જનરક્ષક (112) ટીમ સંકલનમાં રહી બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ સરનામું જાણવાનો પ્રયત્ન કરે ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ તેમના પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલ કરતા તેમણે જણાવેલ કે તેઓ ઓડિસા ના હોય મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલા હોય તેવો પોત પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગયેલ અને રસ્તો ભૂલી ગયેલ હોય તેઓએ આજુબાજુના ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળેલ ના હોય અને તેઓ પણ ચિંતિત હતા અંગે તેમની દીકરીના તમામ આધાર પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપેલ હવે પછી તેમને તેમની દીકરીને ધ્યાન રાખવા માટે જણાવેલ આમ બાળકીને એના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવી સરાહનીય કામ કરતી મોરબી 181 અભયમ તથા ચાઈલ્ડ હેલ્પલાઇન તથા જનરક્ષક ટીમ.
