હળવદ: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો
હળવદ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી આરોપીને હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરાયો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે હળવદ વાસુદેવનગર સોસાયટી હોન્ડા શોરૂમની સામે તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા સારુ અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.