Monday, January 26, 2026

મોરબીમાં સોલાર ફીટ કરવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી વેપારી સાથે 16 હજારથી વધુની છેતરપિંડી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ સાવસર પ્લોટમાં રહેતા વેપારીને આરોપીએ સોલાર ફીટ કરવાની INFINITY SOLAR PVT LTD નામની સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી સોલાર ફીટ કરવા માટે વેપારીને વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી રૂ. 16,233 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી સોલાર ફીટ નહીં કરી હોવાથી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સાવર પ્લોટ માં શેરી નંબર 12 વર્ધમાન ચશ્મા ઉપર સંઘવ નિવાસમાં રહેતા અને વેપાર કરતાં હિતેશભાઈ અનિલભાઈ સંઘવી (ઉ.વ.૫૯) એ આરોપી icici bank ના એકાઉન્ટ ધારક વિરુદ્ધ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ સોલાર ફીટ કરવાની INTIFY SOLAR PVT LTD નામની સોશીયલ મીડીયા મારફતે જાહેરાત કરી, સોલાર ફીટ કરવા માટે મને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી રૂ.-૧૬,૨૩૩/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ફરીયાદીને સોલાર ફીટ કરી નહી આપી, તેમજ ફરીયાદીને રૂપીયા પાછા નહી આપી ફરીયાદી સાથે ઓનલાઇન ફ્રોડ કરી કરાવી ફરીયાદી સાથે ઠગાઇ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર