Tuesday, January 27, 2026

મોક્ષ પ્રાપ્તિ માટે સામુહીક અસ્થિ વિસર્જનની શાસ્ત્રોક્ત પરંપરા જાળવી રાખતુ મોરબી શ્રી જલારામ સેવા મંડળ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૮૫ દીવંગતો નુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

હીન્દુ ધર્મની પરંપરા મુજબ સદ્ગતી માટે દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા દ્વારા તા.૨૬-૧ રવિવાર ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવ્યુ હતુ. જેમાં ૧૫ બિનવારસી, ૭૦ વિદ્યુત સ્મશાન ના અસ્થિઓ તેમજ સંસ્થા ના અસ્થિ કુંભ માંથી ૨૦૦ સહીત કુલ ૨૮૫ દીવંગતો ના અસ્થિઓનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામુહીક વિસર્જન પવિત્ર ત્રિવેણી સંગમ માં કરવા માં આવ્યુ હતુ તેમજ તેમના આત્મા ના શાંતિ અર્થે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, પ્રવિણભાઈ કારીયા, કૌશલભાઈ જાની, રીશીભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીત ના જોડાયા હતા. મોરબી વિદ્યુત સ્મશાન ખાતે શાસ્ત્રી રસિકલાલ ખેલશંકરભાઈ વ્યાસ દ્વારા અસ્થિઓની શાસ્ત્રોક્ત વિધી કરાવવા માં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર