મોરબીના રાજપર (કું) ગામે નવી મંજૂર થયેલ પંચાયત બિલ્ડીંગને મૂળ જગ્યાએ બનાવવા બાબતે TDO ને રજુઆત
મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે નવી મંજૂર થયેલી ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ મૂળ જગ્યાએ બનાવવા બાબતે 108 પરિવર્તન ગ્રુપ રાજપર દ્વારા મોરબી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી મંજૂર થયેલ પંચાયતનું બિલ્ડીંગ મૂળ જગ્યાએ બનાવવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે રાજપર ગામે નવી મંજુર થયેલ ગ્રામ પંચાયત બનાવવા માટે જે આપની કક્ષાએ થી રાજપર ના સરપંચ ને ઠરાવ કરવા જણાવેલ છે, જે ખુબ સારી બાબત છે
પંચાયત નુ નવું બિલ્ડીંગ બનાવવા માટે તેમના દ્વારા જે ઠરાવ કરવા જણાવેલ છે તે જગ્યાએ હાલ બગીચો છે. મોટા ઝાડવા હયાત ઉભા છે, જો આ જગ્યાએ પંચાયત બનશે તો તેની સામે પરિવર્તન ગ્રુપે સખ્ત વિરોધ નોંધાવ્યો છે પંચાયત બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીને એક વખત રાજપર (કુંતાસી) ગામની રૂબરૂબ મુલાકાત માટે આવો અને સ્થળ ની પુરી જાણકરી મેળવો પછીજ નવી પંચાયતના બિલ્ડીંગના કામનુ શુભારંભ કરાવશો.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભૂકંપ પછી રિલાયન્સ તરફથી ગામની પંચાયત અને તલાટીનું ક્વાટર્સ બનાવી આપેલ હતુ જેથી આપની જાણ માટે નવી પંચાયત તેની મૂળ જગ્યાએ બને એવા ૧૦૮ પરિવર્તન ગ્રુપ રાજપર મના પ્રયત્નો છે. મૂળ જગ્યાએ ઘણી બધી જગ્યા છે ત્યાં બને એમાં અમારું ગ્રુપ આપને જે સહકાર જોઈએને આપવા તૈયાર છીએ.
જૂની પંચાયતને પાડવા માટે આપની કક્ષાએ થી રૂપિયા ૧૨ હજાર મંજુર કરેલ છે. પરંતુ પંચાયતને પાળવામાં આવેલ નથી આ બાબતે અમે આપનું ધ્યાન દોરીએ છીએ.
અગાઉ અમારા ગ્રુપના મનસુખભાઈએ જે અમારા ગામની પ્રથમ અને જૂની પંચાયત સરપંચ દ્વારા તોડી પાડેલ છે. આ જૂની પંચાયત તોડી પડવાની તમારી કક્ષાએથી મંજૂરી આપેલ નથી છતાં પણ સરપંચ દ્વારા પાળીને કાટમાળ લઈ ગયેલ છે, જેની માટે તમેને રૂબરૂબ મળેલ ત્યારે તમે જણાવેલ કે હું તપાસ કરાવીશ પણ હજુ સુધી તપાસ થયેલ નથી. જે બાબતે તાત્કાલિક પુરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.