દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન માળિયા દ્વારા પ્રજાસત્તાક દિન પર્વે શાળાઓમાં ચોકલેટ અને બિસ્કીટ વિતરણ કરાયા
દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ), માળિયા દ્વારા પ્રજાસત્તાક દિવસના શુભ પ્રસંગે ટ્રસ્ટની વાર્ષિક પરંપરા જાળવી રાખતાં, તેના સોલ્ટ વર્ક્સની આસપાસ આવેલી શાળાઓમાં બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ અંતર્ગત, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના જનરલ મેનેજર ટોમિ એન્ટોની તેમજ ટીમના સભ્યો ડૉ. દિવ્યમ ધોકિયા, રમજાનભાઈ જેડા અને તાજમામદે દરેક શાળાની વ્યક્તિગત મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રાષ્ટ્રીય ઉત્સવની ખુશી વહેંચી હતી. તેમજ શાળાના સંચાલકોએ આ સ્નેહભરી પહેલની હાર્દિક પ્રશંસા કરી અને સામાજિક કલ્યાણ તથા સમુદાય વિકાસ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા બદલ દેવ ગ્રુપ ઓફ કંપનીઝ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.