મોરબીમાં અગાસી પરથી નીચે પટકાતા યુવકનું મોત
મોરબીના નવલખી રોડ પર આવેલ રોયલ પાર્કમાં અગાસી પરથી નીચે પડતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં રહેતા તરુણભાઈ વાસુદેવભાઈ પંડ્યા (ઉ.વ.,૪૩) નામનો યુવક પોતાના રહેણાંક મકાનના ધાબા ઉપર હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર ચક્ર આવતા અગાસી ઉપરથી નીચે શેરીમાં પડી જતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં લાવતા ચાલુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.