મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની 34 ખાણી-પીણીની દુકાનમાં ચેકિંગ કામગીરી હાથ ધરાઈ
મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને પાઠવી હતી. સ્વછતાનું ધોરણ ન જળવાય તેવા 15 મીઠાઇ ફરસાણ, ડેરી, હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી હતી, તથા મોરબીની જુદી જુદી ડેરી મોંમાઈ ડેરી, ખોડિયાર ડેરી, મોમાઈ ડેરી એન્ડ બેકરી પર મનપાના ફૂડ ઇન્સપેક્ટરે સ્થળ પર દૂધના સેમ્પલ લીધા હતા. જેમાં કોઈ શંકાસ્પદ બાબત જોવા મળી ન હતી. મીઠાઇ ફરસાણના વિક્રેતાને ત્યાં અખાધ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ 500 કી.ગ્રા. અખાધ કલર જોવા મળતા તેનો સ્થળ પર ફૂડસેફટી ઇન્સપેક્ટરે નાશ કર્યો હતો. શહેરના તમામ ખાણી-પીણીના ધંધાર્થી ઓને આથી તાકીદ કરવામાં આવે છે, કે ફૂડ લાઇસન્સ ના હોય તેઓ એ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા મેળવી લેવું તથા સ્વછતાનું ધોરણ જાળવી રાખવું જો લાયસન્સ- સ્વછતા જોવા મળશે નહી તો મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવશે જેની સર્વે વિક્રેતાઓએ નોંધ લેવી, તેમ મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.