Saturday, January 31, 2026

મોરબીના ખાખરેચી દરવાજા પાસે પકડાયેલ પશુ છોડાવી જતા બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાની પશુ રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં મોરબીના ખાખરેચી દરવાજા પાસે પકડાયેલ પશુ બળજબરીથી બે શખ્સોએ છોડાવી મનપાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પશુઓ છોડાવી જઈ ફરજમાં કાયદેસર રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાય છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા વિપુલભાઈ લખમણભાઇ છૈયા (ઉ.વ.૨૯) એ આરોપી રાજુભાઈ દેવાભાઈ તથા વિજયભાઈ મયાભાઈ રાતડીયા રહે. બંને ભરવાડ શેરી ખાટકીવાસ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા સાથીઓ મોરબી મહાનગરપાલિકામાં કોન્ટ્રાક બેઇઝ ઉપર રખડતા ઢોર પકડવાની ફરજ બજાવતા હોય તે દરમિયાન આ બંને આરોપીઓ ફરિયાદી તથા સાથીઓ સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓએ ફરિયાદી તથા સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને ધક્કો મારી પકડાયેલ ઢોર છોડાવી જઈ ફરિયાદી તથા સાથીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે બિએનએસ કલમ 221, 352, 351, (3) 54 મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર