Saturday, January 31, 2026

દિલ્લી કૉપિરાઇટ ઓફિસનો ઐતિહાસિક નિર્ણય :ફોર્નેક્સ ટેક્નોલોજી પ્રા.લિ.ની કૉપિરાઇટ અરજી રદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ક્લાસિક રબ્બરના વાંધા માન્ય રાખ્યા “Cutting Chamber” શીર્ષક હેઠળ કરાયેલ કૉપિરાઇટ નોંધણી નામંજૂર

ફોર્નેક્સ ટેક્નોલોજી પ્રા.લિ. ના માલિક જીગ્નેશ કુંડારિયા અને કૌશિક કુંડારીયા વતી કંપનીના મેનેજર કિરીટ ચાવડાના નામે ક્લાસિક રબ્બર સામે કૉપિરાઇટ ભંગની ફરિયાદ કરવામાં આવેલ જેમાં ક્લાસિક રબ્બર દ્વારા ઉઠાવેલ વાંધાના સંદર્ભમાં દિલ્હી કોપીરાઈટ ઓફિસ દ્વારા ફોરનેક્સ ટેક્નોલોજી પ્રા. લિ. ના કૉપિરાઇટ હક મેળવવા માટેની કરેલ અરજી નામંજૂર(રદ) કરેલ છે.

કોપિરાઇટના દુરુપયોગ પર રોક : ઔદ્યોગિક ડિઝાઇન મામલે નોંધણી રદ *કોપિરાઇટ કાયદાનો ઉપયોગ ઔદ્યોગિક પોલી સિંગ તરીકે ન થઈ શકે” – કોપિરાઇટ ઓફિસ  “Cutting Chamber “શીર્ષક હેઠળ દાખલ કરાયેલ. ઔદ્યોગિક ડિઝાઇન પર કોપિરાઇટ લાગુ ન પડે આ બાબત માં ખોટી માહિતી અને તારીખો રજૂ કરવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

કેસ દરમિયાન એવો પણ ખુલાસો થયો કે કૉપિરાઇટ અરજીમાં પ્રથમ પ્રકાશનની ખોટી તારીખો દર્શાવવામાં આવી હતી. જ્યારે સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ગ્રાહક સ્થાપનાઓના પુરાવા મુજબ આ ટેક્નોલોજી વર્ષ 2015 થી જ બજારમાં ઉપયોગમાં હતી. કોપિરાઇટ ઓફિસે નોંધ્યું કે કોપિરાઇટ અધિનિયમની કલમ 45 હેઠળ “સાચી અને યોગ્ય વિગતો આપવી ફરજિયાત છે, અને ખોટી માહિતી આપવી એ ગંભોર અનિયમિતતા છે.

 સ્પર્ધાને દબાવવા માટે કાયદાનો ઉપયોગ કરી શકાય નહી.

આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે કોપિરાઇટ અરજી દાખલ કર્યા બાદ તરત જ સ્પર્ધકો સામે FIR અને રેડ જેવી કાર્યવાહી કરવામાં આવી હતી. કોપિરાઇટ ઓફિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોપિરાઇટ કાયદાનો ઉપયોગ ઔદ્યોગિક સ્પર્ધાને દબાવવા માટે કે industrial policing tool’ તરીકે કરી શકાય નહીં.”

 જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થયેલ છે.

આ આદેશ માત્ર એક કોપિરાઇટ અરજી સુધી સીમિત નથી. પરંતુ તે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે માર્ગદર્શક છે. તે સ્પષ્ટ સંદેશ આપે છે . કોપિરાઇટ કાયદો મૂળ કલાત્મક અભિવ્યક્તિ માટે છે. આર્ટિસ્ટના એક્સપ્રેસન માટે નાકે ઔધોગિક ડિજાઇન ૫૨ મોનોપોલી લેવા માટે કે જે પેહલેથી જસાર્વજનિક રીતે મોટા પાયે માર્કેટમાં ઉપયોગમાં લેવાય છે.

ઔદ્યોગિક ડિઝાઇન માટે અનંત મોનોપોલી બનાવવા માટે નહીં, અને કાયદાનો દુરુપયોગ કરીને ફોજદારી કાર્યવાહી ચલાવવી અયોગ્ય છે.કોપિરાઇટ ઓફિસનો આ નિર્ણય કાયદાની શુદ્ધતા, સ્પર્ધાની સ્વતંત્રતા અને ઉદ્યોગ ક્ષેત્રમાં ન્યાયસંગત વ્યવહાર માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ આદેશ ભવિષ્યમાં કૉપિરાઇટના દુરુપયોગ સામે મજબૂત કાનૂની આધારરૂપ બનશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર