Saturday, January 31, 2026

હવે ઘેર બેઠા બાળકના જન્મના પ્રમાણપત્રમાં CRS પોર્ટલ દ્વારા સુધારો કરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા ઇ ઓળખ પોર્ટલમાંથી ઇસ્યુ થયેલ જન્મ પ્રમાણપત્રમાં બાળકનું પૂરું નામ લખવાની કામગીરી મોરબીના રહેવાસીઓ CRS પોર્ટલ દ્વારા ઘેર બેઠા કરી શકશે. જેમાં બાળકના નામમાં પૂરું નામ કરવા માટે સિવિક સેન્ટરે જવાની આવશ્યકતા ના હોય . ઘરે કે ઓફિસે બેસીને આ કામગીરી વાલી પોતાના બાળકના નામમાં સુધારા કરી શકે છે.

મોરબી મહાનગરપાલિકાની જન્મ મરણ શાખા દ્વારા મોરબીના રહેવાસીઓને જણાવવામાં આવ્યું છે કે, અરજદારો તા.1/9/2025 પહેલાના તેમના બાળકોના જન્મના પ્રમાણપત્રમાં નામમાં પૂરું નામ કરવાની કામગીરી CRS પોર્ટલ દ્વારા ઘેરબેઠા કે ઓફિસે નવરાશના સમયમાં કરી શકશે. તાજેતરમાં જન્મ મરણ શાખા સાથે સંકળાયેલ ઈ- ઓળખ પોર્ટલ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. જેમાં બાળકનું પૂરું નામ લખવા સહિતની કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ આ પોર્ટલ બંધ થતા મોરબી મહાનગરપાલિકા ના સિવિક સેન્ટર ખાતે અરજદારોને અગવડતા ન પડે તે માટે આથી જાણ કરવામાં આવે છે. ઘેર બેઠા જાહેર જનતા માટે સરકાર દ્વારા CRS પોર્ટલ મારફત જન્મના પ્રમાણપત્રમાં જે બાળકનો જન્મ તારીખ 1/9/2025 પહેલા થયો હોય તેમના નામમાં સુધારાની કામગીરી CRS પોર્ટલમાં લોગીંગ કરી બાળકના માતા અથવા પિતા ઘેર બેઠા ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કરી શકે છે, જેમાં https://dc.crsorgi.gov.in/crs/ પર માતા અથવા પિતાના નામનું લોગીંગ કરી આઈડી બનાવી જરૂરી વિગતો ખરાઇ કરીને ભરી તથા જુનો જન્મ નો દાખલો અને માતા પિતાના આધાર કાર્ડ અપલોડ કરી અરજી કરવાથી નવા ફોર્મેટમાં બાળકના પુરા નામ વાળો દાખલો અરજદારને મળી રહેશે જેમાં નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર