મોરબી સબજેલ ખાતે ઝડતીમાં બે મોબાઇલ મળતા ચકચાર, કોણ ઉપયોગ કરતું હતું તે અંગે તપાસ શરૂ
મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમના બોકારામાથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા. (ઉં.વ.૫૪), જેલર ગુપ-૧, ઝડતી સ્કવોર્ડ જેલર મે.પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદવાળાએ કોઈ કેદી કે અન્ય તપાસમા ખુલે તે ઇસમો વિરૂદ્ધ મોરબી મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું છે કે મોરબી સબ જેલ ખાતે ઝડતી સ્ક્વોર્ડ જેલર તથા સ્ટાફ ના માણસોએ ઉપરોક્ત તારીખ સમયે ઝડતી ચકાસણી દરમ્યાન મોરબી સબજેલ ના સર્કલ નંબર ૨ ના બેરેક નંબર ૩ અને ૪ ની વચ્ચે આવેલ જનરલ સંડાસ બાથરુમના બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમાંમા પાણી જવાના બાકોરામાં કાળા કલરના ઝબલામાં વિંટાળી છુપાવીને કોઇ કેદી કે અન્ય તપાસમા ખુલે તે ઇસમોએ મોબાઇલ ફોન નંગ-૨ જેમા એક એચ.એમ.ડી. અને બીજો એચ,ઈ. ખાર.ઓ કંપનીના સીમ કાર્ડ વગરના કિંમત રુપીયા ૨૦૦ ના કોઈએ પ્રતિબંધિત વિસ્તારમાં છુપાવીને ગેરકાયદેસર રીતે ધુસાડીને રાખીને મળી આવતા આ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયસંહીતા ની કલમ-૨૨૩ તથા તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨ ૪૩ અને ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.