મોરબી હળવદ રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ની સઘન કામગીરી ચાલુ હોય ત્યારે હુંડાઈ કાર લઈને આવતા કાર ચાલકે પોલીસ નેં જોતા પોતાની કાર પુરપાટ વેગે રાતાભેર ગામ તરફ હંકારી મૂકી હતી
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ ઉંચી માંડલ ગામ પાસે વાહન ચેકિંગ કરતી હોય ત્યારે હળવદ તરફથી આવતી કાર રોકવા જતા કારચાલક કાર લઈને નાસી ગયો હતો જેથી કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા કાર જીજે ૦૧ એચજી ૯૩૨૦ વાળી નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે કાર ચાલક કાર રેઢી મુકીને નાસી ગયો હતો જેની પોલીસ દ્વારા તલાસી લેતાં કારમાંથી ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ સહીત ૧,૨૬,૨૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં તાલુકા પીઆઈ વી એલ પટેલ, જયદેવસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, દીપસંગ ચૌહાણ સહિતની ટીમ જોડાયેલ હતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી...
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...