શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક
મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે
જે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રમાં જોડાવવા ઈચ્છુક જ્ઞાતિજનોએ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મો ૯૪૨૮૩ ૪૭૭૫૯, ૭૨૮૪૦ ૦૦૫૩૮ અને મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર મો ૯૩૨૮૦ ૯૯૪૦૪ નો સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ કાર્યાલય સંચાલક જયેશભાઈ પંડ્યા મો ૯૪૨૮૨ ૭૭૪૭૮, મનુભાઈ દવે મો ૯૪૨૮૨ ૬૦૮૪૮ અને ભરતભાઈ ત્રિવેદી મો ૯૯૨૫૬ ૪૪૮૨૦ પર સંપર્ક કરી શકાશે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ભવાની ચોક, લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ થી ૭ કલાક સુધી સંપર્ક કરવા જણાવ્યું છે
દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ 6 યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે.
આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમા’ઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની...
મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા બંનેને અલગ-અલગ જેલ હવાલે કવામાં આવેલ છે.
પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ...
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી...