એક રાજસ્થાની શખ્સને 3.26લાખના દારૂ તેમજ ટ્રેકટર થ્રેસર સાથે દબોચી લેવાયો
દારૂ વેચનારા બુટલેગરો પોલીસ નેં ચકમો આપી દારૂ ની ખૈપ મારતાં હોય છે ત્યારે પોલીસ પણ સતર્ક રહેતા આવા બુટલેગરો ની મંશા પર પાણી ફરી જાય છે મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભક્તિનગર ઓવરબ્રિજ પરથી પસાર થતા ટ્રેક્ટર સાથે થ્રેસર જોડેલ હોય જેમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ હોય જે ટ્રેક્ટરચાલકને અટકાવી પોલીસે તલાશી લેતા ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ જેમાં રોયલ ચેલેન્જ વ્હીસકીની ૧૬૨ બોટલ, મેકડોવેલ્સ વ્હીસ્કીની ૬૪૫ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂ, ટ્રેક્ટર અને મોબાઈલ ફોન સહીત કુલ રૂ ૫,૩૧,૧૧૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી ચુનારામ સોનારામ ગોદારા (ઉ.વ.૨૬) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી રાજુ ચૌધરી રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી જીવનમાં સ્થાનિક અને ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે.
વડાપ્રધાનના આ વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંમેશા સેવા સહકાર ની ભાવના સાથે સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દાતા લા. હસુભાઈ પાડલિયા તરફથી આ ટ્રાયસિકલ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ શકત શનાળા ખાતે આપવામાં આવી .
આ સેવાકીય પ્રોજેક્ટમાં પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી...