ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે ની રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અંગે માહિતીગાર કરવા એપીએમસી ખાતે યોજાયેલ નમો કિશન પંચાયતમાં હાજર રહેલ બંને જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ ખેડૂતલક્ષી કામો હાજર રહેલ કાર્યકર્તાઓને તેમજ ખેડૂતોને જણાવ્યા હતા સાથે જ દરેક ખેડૂત કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર,પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ સંઘાણી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા તેમજ હળવદ-ધાંગધ્રા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા હળવદની સંયુક્ત નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નમો કિસાન પંચાયત ચાલુ થયા બાદ થોડીજ મિનિટોમાં ખેડૂતો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી તો એક એ પણ વાત સામે આવી છે કે હાલ ઉનાળો ચાલુ થઈ ગયો હોય જેથી જે હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં ભારે બફારાના કારણે કાર્યકર્તાઓ અને ખેડૂતોને અકળામણ થઈ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...