મોરબી : મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે હાલમાં વિષમ પરિસ્થિતિના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વીજખાધને ધ્યાનમાં રાખીને કરારિત વીજભારની મર્યાદામાં વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા ગ્રાહકોને અપીલ કરાઈ છે.
અને કરારિત વીજભાર કરતા વધારે વીજ વપરાશ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
વીજ તંત્રના જણાવ્યા મુજબ હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ છે. એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને હિસાબે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદઅંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજખાધ ઉભી થવા પામેલ છે. જેને ધ્યાને રાખી પી. જી. વી. સી. એલ. મોરબીના માનવંતા ગ્રાહકોનેઅપીલ કરવામાં આવેલ છે.મુજબ વીજ જોડાણમાં કરારિત વીજભારની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા તેમજ શક્ય હોય તો બિનજરૂરી વીજ વપરાશ/ વેડફાટ ટાળવા તથા વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. જે ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ વી. એલ. ડોબરીયા (અધિક મુખ્ય ઈજનેર, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, મોરબી)ની યાદીમાં જણાવાયું છે.
શ્રાવણ માસની શરૂઆત થતા જુગારીઓ મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેરમાં...
મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ઠેર-ઠેર શહેરો અને ગામડાએથી ભાવિકો ઉમટી હજારોની સંખ્યામાં પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ દ્વારા રસ્તામાં કેમ્પનું આયોજન...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...