મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે તારીખ 2 /4 /2022 ના રોજ સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ 11:00 આરતી 12:30 કલાકે મહાપ્રસાદ સાંજે 04:30 એ શોભાયાત્રા અને રાત્રે 7:30 એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે તો આ તકે સર્વે સિંધી સમાજના ભાઈઓને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) રહે. વવાણીયા વાળા પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ...
મોરબી શહેરમાં દિવસે ને દિવસે દારૂની હેરાફેરી વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી શેરી નં -૦૨ મા આરોપીના કબ્જા ભોગવટા વાળી કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા...