લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી એપ્રિલ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.
જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય,અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી અરજદારે અરજીમાં પોતાનું નામ,સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે.અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે.ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં.અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન,કોર્ટ મેટરને લગતા પ્રશ્નો,દાવાઓ,આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિઘુતબોર્ડ,એસ.ટી.,પાણી પુરવઠા બોર્ડ,સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે.જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર દ્વારા જણાવાયું છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...