નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારો નો સામનો કરી શકે તે મુજબ નું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે.
જેમકે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચર,કંપની વિઝિટ,માર્કેટ રિસર્ચ,બિઝનેસ ટાયકૂન,બ્લડ ડોનેશન કેમ્પ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે.
હંમેશા ની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -11 ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા Designers Exhibition રાખવામાં આવેલ છે.
મોરબી ના નાગરિકોને Exhibition ની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્ય માં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ નમ્ર અપીલ કરે છે.
તારીખ :-3 એપ્રિલ,રવિવાર ,2022
સમય :- સવારે 9 થી 1, બપોરે 4 થી 7
સ્થળ :- નીલકંઠ સ્કૂલ,રવાપર રોડ,મોરબી
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...