પેટ્રોલ – ડિઝલ – ગેસ – તેલ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ ભાવ વધારો થયેલ છે. મોંઘવારી થી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” નું આયોજન કરેલ છે.
આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨-૪-૨૦૨૨ ના શનિવારના રોજ, સવારે ૧૦ -૩૦ વાગ્યે, સરદાર બાગ સામે ના ગ્રાઉન્ડ માં, સુભાષ ચંદ્ર બોઝ ની પ્રતિમા પાસે,મોરબી ખાતે ગેસ સીલીન્ડર, પેટ્રોલ, ડીઝલના ડબ્બાને પુષ્પાંજલિનો કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી માં જણાવ્યું છે
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...