મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા નોવેલ કોરોના વાઇરસ (COVID-૧૯)નું સંક્રમણ અટકાવવા તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...