હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ઘરની અગાસી પરથી પડી જતા ૪૦ વર્ષના પુરુષને ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે
કડિયાણા ગામના રહેવાસી મહેશભાઈ ધીરજભાઈ વાઢરકીયા (ઉ.વ.૪૦) પોતાના ઘરે કોઈ કારણોસર અગાસીમાંથી પડી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...